Vadodara: ઉદ્યોગપતિએ સંતાનો અને પત્ની સાથે ઝેર પીધું, જીવ મુંઝાતા જાતે જ હોસ્પિટલમાં દાખલ થયા

આર્થિક સંકડામણના કારણે વધારે એક પરિવારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વડોદરામાં આખા પરિવારે એવું પગલું ભર્યું છે કે જેનાં કારણે આખુ શહેર સ્તબ્ધ થઇ ગયું છે. આ પણ કોઇ સામાન્ય માણસ નહી પરંતુ પેટ્રોલપંપના માલિક કક્ષાના માણસે આવું પગલું ભરતા ચકચાર મચી ગઇ છે. પોલીસે પણ સમગ્ર મામલે તપાસ આદરી છે. વ્યાજના ચક્કરમાં ફસાયેલા આ ઉદ્યોગપતિને આખરે મોતને વ્હાલુ કરવાના દિવસો આવ્યા છે.

વડોદરા શહેરમાં પેટ્રોલપંપના માલિકે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. 6 કરોડ રૂપિયાનું દેવું થતા પરિવાર સાથે પીધું ઝેર પીધું હતું. પેટ્રોલપંપ માલિકે તેની પત્ની,2 દીકરા અને 1 દીકરીને ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર પી લીધું હતું. જો કે ઝેર પીધા બાદ ગમે તે થયું હોય તેઓ જાતે જ તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા. પોતે ઝેર પીધું હોવાનું ફરજ પર હાજર ડોક્ટરોને જણાવ્યું હતું.જો કે ઝેર પીધા બાદ હોસ્પિટલ પહોંચવા વચ્ચે ઘણો સમય વહી ગયો હોવાનાં કારણે ઝેરની અસર ફેલાવાની શરૂ થઇ ગઇ હતી. જેનાં કારણે તબિયત વધુ લથડતા સયાજી હોસ્પિટલમાં તમામ સભ્યો સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે આપઘાત પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સગાસંબંધી અને પાડોશીઓની તપાસ કરતા આર્થિક સંકડામણ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસ આ મામલે ઉંડી તપાસ કરી રહી છે. વ્યાજે પૈસા કોની પાસેથી લીધા હતા અને કેટલા ટકા વ્યાજ હતું કેટલા નાણા ચુકવ્યા સહિતનાં મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. જો કે 6 કરોડ રૂપિયાનું દેવું ચુકતે નહી થવાનાં કારણે અને વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનાં કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

જો કે વડોદરા શહેરમાં પેટ્રોલપંપના માલિકનો પરિવાર સાથે આત્મહત્યાનો પ્રયાસથી ચકચાર મચી ગઇ છે. એક સાથે પાંચ લોકોએ આપઘાતનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો છે. ઉદ્યોગપતિએ પોતાની પત્ની, બે દિકરા તથા એક દિકરીને ઝેર પાયા બાદ પોતે પણ ઝેર પી લીધું હતું. ત્યાર બાદ તબિયત લથડવા લાગતા જાતે જ હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા. હાલ તમામની સારવાર સયાજી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.

આ પણ વાંચો, એર ઇન્ડિયાએ બોઇંગ વિમાનોની તપાસ પૂર્ણ કરી, કહ્યું- ફ્યૂલ સ્વિચમાં નથી મળી કોઇ ખામી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *