Ahmedabad plane crash: એર ઇન્ડિયાએ બોઇંગ વિમાનોની તપાસ પૂર્ણ કરી, કહ્યું- ફ્યૂલ સ્વિચમાં નથી મળી કોઇ ખામી

એર ઇન્ડિયાએ કહ્યું કે તેને પોતાના તમામ બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોના ઇંધણ નિયંત્રણ સ્વિચની લૉકિંગ સિસ્ટમનું નીરિક્ષણ પૂર્ણ કર્યું છે. વિમાન કંપનીએ એમ પણ કહ્યું કે નીરિક્ષણ દરમિયાન તેમાં કોઇ ખામી મળી નથી.

એર ઇન્ડિયાએ પોતાના વિમાનોનું નીરિક્ષણ ત્યારે કર્યું છે જ્યારે AAIBએ પોતાના પ્રાથમિક રિપોર્ટમાં કહ્યું હતું કે અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં વિમાનની ફ્યૂલ સ્વિચ અચાનક કટ ઓફ થઇ ગઇ હતી.રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે વિમાનની બન્ને ઇંધણ કટ-ઓફ સ્વિચ એક બીજાની કેટલીક સેકન્ડમાં જ RUNથી CUT-OFFમાં બદલાઇ ગઇ હતી.

રિપોર્ટમાં આ વાતની પણ જાણકારી આપવામાં આવી હતી કે કોકપિટના અવાજ રેકોર્ડિંગમાં જ્યારે એક પાયલોટ બીજાને પૂછે છે કે તમે કેમ એન્જિન બંધ કર્યું ત્યારે બીજા પાયલોટે જવાબ આપ્યો હતો કે-મેં નથી કર્યું.

મહત્ત્વપૂર્ણ છે કે 12 જૂને અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI171 ટેકઓફ થયાની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 241 મુસાફર સહિત 275 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો, બિલ પર રાષ્ટ્રપતિની મંજૂરી માટે સમયમર્યાદા નક્કી થશે? સુપ્રીમની કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *