રેલવે મુસાફરો ખાસ વાંચે, 5 જુલાઈથી કેટલીક ટ્રેનો કાલુપુરથી નહીં ઉપડે

અમદાવાદ શહેરના મુખ્ય રેલવે સ્ટેશન, કાલુપુર સ્ટેશનની કાયાપલટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રી-ડેવલપમેન્ટના ભાગરૂપે પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર રેલવે ઓવર બ્રિજનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે RLDA દ્વારા આ કામ માટે 5 જુલાઈ 2025થી 12 સપ્ટેમ્બર 2025 સુધી, એટલે કે 70 દિવસ સુધી પાઇલિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ કામગીરીને કારણે આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનોના ટર્મિનલ હંગામી ધોરણે બદલવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી અને આવતી કેટલીક ટ્રેનો હવે અસારવા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચલાવવામાં આવશે.
- ટ્રેન નંબર 12932 – અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 7 જુલાઈ 2025થી મણિનગરથી ઉપડશે.
- ટ્રેન નંબર 12931 – મુંબઈ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 5 જુલાઈ 2025થી વટવા સ્ટેશન પર સાંજે 21:20 કલાકે પહોંચશે, અને હવે કાલુપુર સ્ટેશન નહીં જાય.
- ટ્રેન નંબર 19034 – અમદાવાદ-વલસાડ ગુજરાત કવીન એક્સપ્રેસ 5 જુલાઈ 2025થી મણિનગરથી સાંજે 18:20 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 22953 – મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 5 જુલાઈ 2025થી વટવા સ્ટેશન પર બપોરે 14:20 કલાકે પહોંચશે, કાલુપુર નહીં જાય.
- એક અહેવાલમાં અમદાવાદ રેલવે ડિવિઝનના પીઆરઓ અજય સોલંકીને ટાંકીને જણાવાયું કે, કાલુપુર રેલવે સ્ટેશન પર રી-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેના માટે 5 જુલાઈથી બ્લોક લેવામાં આવશે, જેના કારણે આ સમયગાળામાં કાલુપુર સ્ટેશનથી ઉપડતી અને આવતી કેટલીક ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરાયો છે. યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે, મુસાફરી કરતા પહેલા ટ્રેનોના સમય અને સ્ટોપેજની વિગતો જરૂર તપાસી લે. તમામ માહિતી માટે www.indianrail.gov.in ની મુલાકાત લઈ શકાય છે.