Ahmedabad plane crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી જાણકારી

આજે અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

પરિમલ નથવાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અવસાન વિશે જાણીને દુઃખ થયું. હું તેમને છેલ્લા ઘણા વર્ષોથી વ્યક્તિગત રીતે જાણતો હતો અને તેઓ ખૂબ જ સારા માણસ હતા. તેમની અકાળ વિદાય માટે મારી પાસે શબ્દો નથી. આ શોકના સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન દ્વારકાધીશ તેમને શાશ્વત શાંતિ આપે. ઓમ શાંતિ “ઉલ્લેખનીય છે કે, આજે બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ ૧૭૧ નંબરનું પ્લેન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેનમાં ૨૪૨ લોકો સવાર હતા. વિજય રૂપાણી પણ આ ફ્લાઈટમાં પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા.

રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના નિવાસસ્થાને ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા છે.

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂપાણીના ઘરે પહોંચ્યા હતા, જોકે તેમણે મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી. બીજી તરફ, રૂપાણીના ઘરની બહાર લોકોની ભીડ ઉમટી પડી છે અને તેઓ પૂર્વ મુખ્યમંત્રીની સલામતી માટે મહામૃત્યુંજયના નારા લગાવી રહ્યા છે.

આ પણ વાંચો, Gujarat: ચાર મહિના માટે ગુજરાતના તમામ અભયારણ્યો-રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રહેશે બંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *