Ahmedabad: અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 50 નવા કેસ, કુલ 197 એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસને મામલે અમદાવાદ એપિસેન્ટર બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુની આ સતત બીજી ઘટના છે. અગાઉ 47 વર્ષીય મહિલાએ પણ એલ.જી હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. બીજી બાજું ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 338 થયોછે.
અમદાવાદમાં બીજી જૂનના સવારની સ્થિતિએ કોરોનાના 50 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 16દર્દીઓ સાજા થયા હતા. બીજી તરફ વિંઝોલની 18 વર્ષીય સગર્ભાનું કોરોનાથી મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ મહિલા શ્વાસની સમસ્યા સાથે બે દિવસ અગાઉ એલ.જી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે સોમવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના 270 કેસ નોંધાઈ ચૂક્યા છે. 72 દર્દીઓ સાજા થયા છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા છે.
અમદાવાદમાં કોરોનાના ઝોન પ્રમાણે એક્ટિવ કેસ
| ઝોન | એક્ટિવ કેસ |
| ઉત્તર-પશ્ચિમ | 61 |
| પશ્ચિમ | 53 |
| દક્ષિણ-પશ્ચિમ | 37 |
| દક્ષિણ | 22 |
| પૂર્વ | 16 |
| ઉત્તર | 04 |
| મધ્ય | 04 |
| કુલ | 197 |
આ પણ વાંચો, વામિકા ગબ્બીનો ગ્લેમરસ સાડી લૂક, જુઓ તસવીરો