Ahmedabad: રાણીપમાં બકરા મંડી પાસે પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મોડી રાત્રે અમદાવાદના રાણીપ વિસ્તારમાં બકરા મંડી નજીક એક ગંભીર અકસ્માતની દુર્ઘટના સામે આવી છે.

અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી દ્વારા ચલાવવામાં આવેલી ગાડીની ટક્કરને કારણે 4 લોકોને ઇજાઓ પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલકે અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. તો બીજી તરફ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કાર ચાલક પોલીસકર્મી નશામાં ધૂત હતો.

આ ઘટનામાં ચારેય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ
આ ઘટનામાં ચારેય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, http://અજિત પવારને લાગ્યો મોટો ઝટકો, 7 ધારાસભ્યોએ છોડ્યો સાથ,આ પાર્ટીમાં જોડાયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *