Nadiad: 8 મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

નડિયાદમાં 8 મહિનાની બાળકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. બાળકી બિમાર થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તે કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. ત્યારે તંત્રએ સર્વે શરૂ કરવા સાથે ભૂતકાળમાં કોરોનાની તૈયારીઓ યથાવત્ હોવાથી તેની ચકાસણી કરી છે.

નડિયાદમાં એક 8 મહિનાની બાળકી કોરોના સંક્રમિત આવી છે. બાળકી બિમાર થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાદમાં ડૉક્ટર દ્વારા તેના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા હતા. જે પૈકી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં આ મામલો આરોગ્ય વિભાગને ધ્યાને આવતા તત્કાલ બાળકીના પરીવારજનોને આઈસોલેટ કરાયા છે.

આ પણ વાંચો, Ahmedabad: છેલ્લા 22 દિવસમાં કોરોનાના નવા 38 દર્દીઓ નોંધાયા, હાલ શહેરમાં 31 એક્ટિવ કેસ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *