Ahmedabad: છેલ્લા 22 દિવસમાં કોરોનાના નવા 38 દર્દીઓ નોંધાયા, હાલ શહેરમાં 31 એક્ટિવ કેસ

અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના પાંચ નવા કેસ સામે આવ્યા છે. જેમાં 84 વર્ષીય વૃદ્ધ અને 20 વર્ષીય યુવતી હાલ હોસ્પિટલમાં છે, જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.

કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તેમજ SVP અને શારદાબેન હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર પડે તો 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પ્રત્યેક સંક્રમિતના ટેસ્ટ જીબીઆરસી-ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે. જ્યાં તેમનામાં કયા વેરિએન્ટ છે, તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

ગુરૂવારે (22 મે) રાજકોટમાં 43 વર્ષીય પુરૂષ કોવિડ પોઝિટિવ આવતા તે હાલ હોમ આઇસોલેશનમાં છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોરોનાનો બીજો કેસ નોંધાયો છે. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું સ્વાસ્થ્ય કથળતા તેને દાખલ કરાયો હતો. જ્યાં ટેસ્ટ કરતાં તે કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્ચું હતું.

ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ, ડરવાની જરૂર નથી

કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગે લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. જરૂર ન હોય તો ભીડભાડવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. શરદી, ખાંસી અથવા શ્વાસ ચડે તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો. તબીબોના મતે, હાલ ગુજરાતમાં કોરોનાના કેસો વધુ નથી અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી.

આ પણ વાંચો, Horoscope: આજે બદલાઇ શકે છે આ રાશિના જાતકોની કિસ્મત, જાણો શું કહે છે તમારું રાશિફળ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *