Gold price: સોનું 97000ને પાર, તો ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ

સોનાના ભાવ સતત વધી રહ્યા છે. ભારતમાં સોનાના ભાવે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 19 એપ્રિલના સોનાના ભાવે નવી સર્વકાલીન ઊંચી સપાટી બનાવી દીધી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે થોડા દિવસોમાં સોનું 1 લાખ રૂપિયાને પાર કરી જશે.

હાલમાં દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 97 હજાર રૂપિયાને પાર કરી ગયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 270 રૂપિયાનો વધારો થયો છે અને તે 97,730 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જો આપણે ઝવેરાત ખરીદનારાઓની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 89 હજાર રૂપિયાથી વધુ છે. આમાં પણ 270 રૂપિયાનો વધારો થયો છે.

અમેરિકાની ટેરિફ પોલિસી અને વૈશ્વિક મંદીના ભય વચ્ચે લોકો સોનામાં વધુ રોકાણ કરી રહ્યા છે. જેના કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાના નબળા પડવાના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. દરમિયાન ભારતમાં લગ્નની મોસમ ચાલી રહી છે, જેના કારણે ઊંચા ભાવ હોવા છતાં માંગ વધી છે.

જોકે આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે ચાંદીનો ભાવ 99,900 રૂપિયા પ્રતિ કિલો રહી છે.

આ પણ વાંચો, Olympic Games માટે આસારામ સહિત ત્રણ આશ્રમને કલેક્ટરે ફટકારી નોટિસ, 140 એકર જમીન ખાલી કરવા આદેશ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *