“મુખૌટે-34″ગ્રુપ પ્રદર્શન નું આયોજન મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉંડેશન દ્વારા કરવામાં આવ્યું

લલિતકલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવા
માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે અને લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
તા. 13-3-2025 થી 19-3-2025 સુધી સમય:
સાંજે 4 :00 થી 8:00 જેમાં
કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે.
કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન
કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે!
પ્રદર્શનના મુખ્ય મહેમાન ધનલક્ષ્મી ત્રિવેદી, ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ, સોશીયલ વર્કર, ફ્રીલાન્સ રિપોર્ટર તથા અતિથિ વિશેષ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલના વરદ્
હસ્તે આજે સાંજે 5:00 વાગે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ
મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલ એ જણાવ્યું હતું કે નવોદિત
કલાકારોને મંચ મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટ ની કલા એકસાથે એક જ જગ્યા એ રજુ થાય.
મુખૌટે-“34″નાં પ્રદર્શનમાં અમદાવાદના ખ્યાતનામ કલાકારોમાં કોકિલાબેન જી. પટેલ (મુખૌટેના ટ્રસ્ટી)
નીલુ પટેલ (મુખૌટેના સ્થાપક)કલાકારો
કોકિલાબેન જી. પટેલ (મુખોટેના ટ્રસ્ટી),નીલુ પટેલ (મુખોટેના સ્થાપક),ગીરીશ પટેલ,હેત દરજી,
જીનલ સાવલિયા,કમલેશ ચાવડા,કાવ્યા શ્રીવાસ્તવ,
કેવિન શાહ,મિતાક્ષ સોની,
રશ્મિ શ્રીવાસ્તવ,સંગીતા રાઠોડ,
સેજલ ભાવેશભાઈ ખત્રી,
શ્રુતિ સોની,યુવરાજસિંહ જાડેજા,
વિરેન્દ્રકુમાર જેવા ખ્યાતનામ કલાકારૌ એ પોતપોતાની આગવી શૈલીમાં અને પોતાના અલગ માધ્યમમાં તેમની કલાકૃતિ ઓ રજૂ કરેલ છે.
આ પ્રદર્શનને નીહાળવા આપ સૌને આમંત્રણ છે.
સ્થળઃ- ૬/એ પહેલાં માળે સૂર્યોદય કોલોની, સરદાર પટેલ કોલોની સ્ટેડિયમ રોડ, નવરંગપુરા અમદાવાદ 380013.