Sambhal: જામા મસ્જિદ સહિત 10 મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી દેવાશે, હોળીની શોભાયાત્રાને જોતા પ્રશાસનનો નિર્ણય

યુપીના સંભલમાં હોળીના તહેવાર અને ઝુમ્માની નમાજને લઇને પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. જે અનુસાર હોળીની ચોપાઇનું સરઘસ અને સરઘસના રસ્તા પર આવનારી જામા મસ્જિદ સહિત 10 મસ્જિદોને ઢાંકવાનો નિર્ણય લીધો છે. આ મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવશે.

આ અંગે એએસપી શ્રીશેન્દ્રએ કહ્યું હતું કે, જે પરંપરાગત રૂટમાંથી સંભાલમાં હોળીનું સરઘસ નીકળશે તે માર્ગો પર આવતા ધાર્મિક સ્થળોને બંને પક્ષોની સહમતિથી ઢાંકવામાં આવશે. જે માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એએસપી અનુસાર, ચૌપાઇ શોભાયાત્રાના માર્ગમાં 10 મસ્જિદો આવે છે. જેને આવરી લેવા માટે કામ કરવામાં આવશે. આ વિશે બંને પક્ષના લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. બંને પક્ષના લોકો આ નિર્ણય પર સંમત થયા છે.

તો આ તરફ સંભલની શાહી જામા મસ્જિદમાં રંગ રોગાનની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે આંશિક સ્વીકારી લીધી છે. હાઈકોર્ટે મસ્જિદ સમિતિને જામા મસ્જિદને રંગવાની પરવાનગી આપી છે. જોકે કોર્ટે સમિતિને ફક્ત મસ્જિદની બહારની દિવાલોને રંગવાની મંજૂરી આપી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદની બાહ્ય દિવાલ પર પણ લાઇટીંગ પણ કરી શકાય છે પરંતુ હા, માળખાને કોઇ નુકસાન થવુ જોઇએ નહી. આ આદેશ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી મુસ્લિમ પક્ષ એટલે કે જામા મસ્જિદ સમિતિને મોટી રાહત મળી છે. હવે આગામી સુનાવણી 8 એપ્રિલે થશે.

આ પણ વાંચો, Digiyatra: અદાણી એરપોર્ટ્સ પર 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડિજીયાત્રાનો ઉપયોગ કર્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *