Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સજ્જ

રિપોર્ટર: સંજીવ રાજપૂત

અમદાવાદ ખાતે જે રીતે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે તેને પૂર્ણ રીતે નિયમન અને સંકલન માટે વિવિધ વિસ્તારોની ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સજ્જ બની છે. હાલ અમદાવાદમાં લોકો કાયદાનો અમલ કરવા માટે કટિબધ્ધ બને તે માટે શહેર ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા સતત ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં લોકો દ્વારા રોડ પર બેફામ વાહન પાર્કિંગને લઈ ટ્રાફિક પીઆઇ એ એમ ઠાકોરના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન અખબાર નગર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં બીટના ઇન્ચાર્જ જીતેન્દ્રભાઈ સહિત પોલીસ કાફલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ દ્વારા અડચણરૂપ પડેલ વાહનોના ફોટા પાડીને મેમો અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

બીજી તરફ માધુપુરા પોલીસ દ્વારા નમસ્તે સર્કલ પાસે પીઆઇ પી કે ગોહિલના માર્ગદર્શન હેઠળ નંબર પ્લેટ વગરના વાહનો, હેલ્મેટ વગરના ચાલકો, અને ફોર વ્હીલર ગાડીનોના કાળા કાચ અને અને ચેકીંગને લઈ કોમ્બિનગ નાઈટ અને ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિયમો તોડનાર ચાલકોને દંડ અને મેમો ફટકારવામાં આવ્યા હતા. તો બીજી તરફ વાહન ચાલકો અવનવા બહાના બતાવતા નજરે જોવા મળ્યા હતા. અત્રે યાદ રહે કે આપ માટે આપની સલામતી માટે જ પોલીસ દ્વારા આવી ડ્રાઈવનું આયોજન કરવું પડે છે જેથી લોકોનો જીવ સલામત રહે. તો એક નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ હેલ્મેટ પહેરીએ અને નિયમોને અનુસરીએ.

આ પણ વાંચો, 614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદના નગરદેવી નગરચર્યાએ: મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *