કુંભમાં નાસભાગને લઈ યુપીના સીએમ આદિત્યનાથ યોગીએ આપી પ્રથમ પ્રતિક્રિયા

પ્રયાગરાજમાં સ્થિતિ સામાન્ય છે. પીએમ મોદી થી 4 વાર વાત થઈ. હાલ આશરે 8 થી 10.કરોડ શ્રદ્ધાળુઓ કુંભ માં ઉપસ્થિત છે. અમુક યાત્રાળુઓ ગંભીર રૂપે ઘાયલ થયા છે. કાલે 5.50 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. અખાડા પરિષદ સાથે સતત સંપર્કમાં છું.
રાત્રે 1 થી 2 વચ્ચે અખાડા માર્ગ પર બેરીકેટ કર્યા હતા તેને ઓળંગીને યાત્રિકો સ્નાન કરવા પહોંચ્યા હતા જેમાં ઘાયલ પણ થયા છે.
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, “આ ઘટનાથી અમને દુઃખ થયું છે. હજારો ભક્તો અમારી સાથે હતા. જાહેર હિતમાં, અમે નિર્ણય લીધો છે કે અખાડાઓ આજે સ્નાનમાં ભાગ લેશે નહીં. હું લોકોને અપીલ કરું છું કે આજે પવિત્ર સ્નાન કરો.” તેના બદલે વસંત પંચમી પર સ્નાન કરવા આવો. ઉપરાંત, આ ઘટના એટલા માટે બની કારણ કે ભક્તો સંગમ ઘાટ પર પહોંચવા માંગતા હતા, તેના બદલે તેમણે જ્યાં પણ પવિત્ર ગંગા જુએ ત્યાં સ્નાન કરવું જોઈએ. આ વહીવટીતંત્રનો વાંક નથી. કરોડો લોકોને સંભાળવાની જવાબદારી તેમની છે. તે સરળ નથી. આપણે અધિકારીઓ સાથે સહયોગ કરવો જોઈએ.”