હવે વારાણસી બહાર ખસેડાશે નોનવેઝની દુકાનો… શ્રદ્ધાળુઓને મોટી રાહત

વારાણસીમાં મીટ, માંસ અને માછલી બજારો હવે શહેરની બહાર ખસેડવામાં આવશે. આનો અર્થ એ થયો કે શહેરમાં કાચું માંસ અને માછલી હવે નહી મળે. વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કાશીમાં કોઈ માંસ, મીટ કે માછલીની દુકાનો ચલાવાશે નહી. તેમને શહેરની સીમાની બહાર ખસેડવામાં આવશે. હવે કાશીમાં બધી માંસ અને માછલીની દુકાનો રામનગર, સુજાબાદ, ગણેશપુર, અવલેશપુર અને શિવપુરમાં ખસેડવામાં આવશે.
કાઉન્સિલર ગુલશન અલીએ ગયા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દુકાનોને શહેરની બહાર ખસેડવાની માંગ કરી હતી. ગુલશન અલીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિના દરમિયાન માંસની દુકાનો બંધ રહે છે, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થાય છે.