NEETની પરીક્ષા સિસ્ટમમાં કરાયા મહત્વના ફેરફાર, શિક્ષામંત્રીનું મોટું એલાન

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET UG 2026 પરીક્ષા રદ થયા બાદ હવે ફરી પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરી છે. એજન્સી મુજબ હવે પરીક્ષા 21 જૂન 2026ના રોજ લેવામાં આવશે. NTAએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે ભારત સરકારની મંજૂરી બાદ ફરી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ માહિતી માટે માત્ર NTAની સત્તાવાર વેબસાઇટ પર જ વિશ્વાસ રાખવો.

આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે પેપર લીક જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આગામી વર્ષથી NEET પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત અને ઓનલાઈન લેવાશે. હવે OMR શીટની જગ્યાએ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર પર પરીક્ષા આપશે, જેથી પરીક્ષામાં વધુ પારદર્શિતા અને સુરક્ષા જાળવી શકાય.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે NTA દ્વારા NEET UG પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને હવે ફરી પરીક્ષા 21 જૂનના રોજ લેવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર માટે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સૌથી વધુ મહત્વનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *