પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો

દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની વાત પણ સામેલ હતી. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જોવા મળી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનની વાતને શિરોમાન્ય ગણીને પોતાનો આગામી અમેરિકાનો પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને પણ પીએમ મોદીની આ ઝુંબેશમાં પૂરો સહયોગ આપવા વિનંતી કરી છે.
વાત જાણે એમ છે કે, આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અમેરિકામાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા બીજા ગુજરાતી કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના હતા. પરંતુ, પીએમ મોદીએ દેશના હિત માટે લોકોને 1 વર્ષ સુધી બિનજરૂરી વિદેશ યાત્રા ન કરવાની સલાહ આપી, જેના બીજા જ દિવસે હર્ષ સંઘવીએ પોતાનો આ પ્રવાસ કેન્સલ કરી દીધો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પીએમ મોદીએ કરેલી તમામ અપીલોમાં ગુજરાતીઓએ પૂરો સાથ અને સહકાર આપવો જોઈએ.
આજકાલ નાની ઉંમરે જ Fatty Liver, Thyroid અને Diabetes જેવી સમસ્યાઓ કેમ વધી રહી છે? – https://www.instagram.com/reel/DYP6FvNOjif/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય