ગુજરાત માટે આગામી 72 કલાક અતિભારે! જુલાઈમાં સિસ્ટમ રાજ્યભરમાં તાંડવ મચાવશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 72 કલાકમાં હજુ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.છતીસગઢમાં હવાના હળવા દબાણને કારણે આ વરસાદ થવાની શક્યતા છે. વડોદરા મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થશે.

દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. ભાવનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા તેમજ આહવા ડાંગ વલસાડમાં પૂરની સ્થિતિ રહી શકે છે.

50% ભાગોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.ઉત્તર ગુજરાતના અને કચ્છના ભાગોમાં વરસાદની માત્રા ઘટવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

14 જુલાઈ આસપાસ એક સિસ્ટમ બનશે. જેને લઇ 16-20 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધારિયો વરસાદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *