સોમનાથમાં વડાપ્રધાન મોદીએ 11 તીર્થના જળથી કર્યો કુંભાભિષેક,મંદિર પુન:નિર્માણના 75 વર્ષ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે (11મી મે) બીજો અને અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ છે. જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં PM મોદીએ હાજરી આપી હતી.

વડાપ્રધાનનું સોમનાથમાં આગમનનું આગમન થયા બાદ હેલિપેડથી સોમનાથ મંદિર (હમીરજી સર્કલ) સુધી ભવ્ય રોડ-શો યોજ્યો હતો. આ રોડ શોમાં મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પીએમ મોદી રોડ શો પૂર્ણ કર્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા, ,ત્યારબાદ તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદી કુંભાભિષેક વિધિ બાદ સોમનાથમાં વિશેષ પૂજામાં સહભાગી થયા હતા. હવે તેઓ બપોરે જાહેર સભાને સંબોધશે. કુંભાભિષેક દરમિયાન મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કર્યા બાદ ધ્વાજારોહણ કરવામાં આવ્યું હતું.

મંદિરના ગર્ભ ગૃહમાં મહાદેવની વિશેષ પૂજા-વૈદિક મંત્રોચારમાં મંત્રોચારમાં સહભાગી થયા.સોમનાથ મંદિરમાં ભગવાન શિવની અભિષેક પૂજા પૂર્ણ થઈ છે. પીએમ મોદીએ ભગવાનની આરતી કરી હતી. પૂજા બાદ પીએમ મોદીએ રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેક કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *