અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેહરાનના ઘણા મોટા લશ્કરી અધિકારીઓ માર્યા ગયા છે. તેમણે આ ઘટનાને ઈરાની રાજધાની પર થયેલા ભારે હુમલા તરીકે ગણાવી હતી. આ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં આકાશમાં વિસ્ફોટોનો પ્રકાશ દેખાઈ રહ્યો છે. આ ઘટના પશ્ચિમ એશિયામાં સ્થિતિ બગડવા અને યુદ્ધના આગામી પગલાને લઈને વધતી જતી ચિંતા વચ્ચે બની છે.
ટ્રમ્પે ઈરાનને નવી 48 કલાકની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાન અમેરિકા સાથે કોઈ સમજૂતી નહીં કરે અથવા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) નહીં ખોલે, તો મોટું જોખમ ઊભું થશે. હોર્મુઝની સામુદ્રધુની વિશ્વમાં તેલ લઈ જવા માટેનો ખૂબ જ મહત્વનો માર્ગ છે અને જો તે બંધ થઈ જાય તો વિશ્વમાં તેલના પુરવઠા પર માઠી અસર પડશે.
તાજેતરમાં, બે અમેરિકી યુદ્ધ વિમાનો ઈરાનમાં ક્રેશ થયા હતા. લગભગ છ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાનું આ પ્રથમ મોટું નુકસાન છે. અધિકારીઓએ જણાવ્યું કે એક પાયલોટ હજુ પણ દુશ્મન વિસ્તારમાં લાપતા છે. આ જ કારણસર તેની શોધખોળ માટે જોખમી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
અમેરિકામાં રાજકીય હલચલ:
સેનાના ઉચ્ચ પદમાં ફેરફાર યુદ્ધની જટિલતાઓ અને વધતા ખર્ચ વચ્ચે, અમેરિકી સંરક્ષણ મંત્રીએ સેનાના વડાને તાત્કાલિક નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ પાછળ કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. તેને અમેરિકામાં યુદ્ધની કામગીરી અને વધતા ખર્ચને લઈને થઈ રહેલી ટીકાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી