રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો

Oplus_131072

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉફામાં એક દુર્ભાગ્યપૂર્ણ હુમલો થયો હતો, જેમાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. દૂતાવાસે જણાવ્યું હતું કે તે રશિયાના સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે, અને કાઝાનમાં ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓ ઘાયલ વિદ્યાર્થીઓને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે ઉફા જવા રવાના થયા છે.

પીટીઆઈ અનુસાર, શનિવારે (7 ફેબ્રુઆરી, 2026) એક 15 વર્ષનો વિદ્યાર્થી ઉફામાં સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસી ગયો. આરોપી સીધો ડોર્મિટરીમાં ગયો અને અચાનક ત્યાં હાજર વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કર્યો. હુમલો એટલો અચાનક થયો હતો કે વિદ્યાર્થીઓને બચાવ કરવાનો સમય જ ન રહ્યો , રશિયન ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આરોપીએ ઘણા વિદ્યાર્થીઓ પર છરાથી હુમલો કર્યો. જ્યારે પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે બે પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો. ધરપકડનો પ્રતિકાર કરતી વખતે આરોપી પોતે ઘાયલ થયો હતો. ગૃહ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇરિના વોલ્કે જણાવ્યું હતું કે, આરોપીને પકડતી વખતે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, અને હુમલાખોરે પોતાને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

રશિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હુમલામાં ઘાયલ થયેલા ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એકની હાલત ગંભીર છે. હુમલાખોર પણ ઘવાયો હોવાથી બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત પણ ગંભીર છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આરોપી પ્રતિબંધિત નિયો-નાઝી સંગઠન સાથે સંકળાયેલો હતો. તે હુમલા દરમિયાન રાષ્ટ્રવાદી નારા લગાવી રહ્યો હોવાનું કહેવાય છે. તપાસ એજન્સીઓએ આ મામલાની તપાસ શરૂ કરી છે અને દરેક પાસાની તપાસ કરી રહી છે. ઘટના બાદ, યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા તેની પ્રાથમિકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *