400 કિલો RDX સાથે મુંબઈમાં ઘૂસ્યા 34 આત્મઘાતી હુમલાખોરો, ગણેશ વિસર્જન પહેલા વિસ્ફોટની ધમકી

મુંબઈને હચમચાવી નાખવાની ધમકી આપતો ફોન આવતા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ફોન કરનારે મુંબઈમાં એક પછી એક 34 વિસ્ફોટ કરવાની ધમકી આપી છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ધમકીભર્યો કોલ મળ્યા બાદ પોલીસ હાઈ એલર્ટ પર છે. ફોન કરનારે દાવો કર્યો હતો કે 34 વાહનોમાં 34 “માનવ બોમ્બ” મૂકવામાં આવ્યા છે અને તેમાં “400 કિલો RDX” છે. આ બોમ્બ વિસ્ફોટ આખા શહેરને હચમચાવી નાખશે.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આ ધમકીભર્યો કોલ મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર આવ્યો હતો. આ ધમકી લશ્કર-એ-જેહાદી નામના સંગઠન દ્વારા અનંત ચતુર્દશી ( ગણપતિ વિસર્જન) પહેલા આપવામાં આવી છે. આ ધમકી બાદ, માત્ર મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યને એલર્ટ કરવામાં આવ્યું છે. મુંબઈના મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ધમકી આપનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે, 400 કિલો RDX વિસ્ફોટ કરવા માટે માનવ બોમ્બ ભરેલી 34 ગાડીનો કારનો ઉપયોગ કરવામાં આવશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ બોમ્બ વિસ્ફોટથી ઓછામાં ઓછા એક કરોડ લોકોને મારવાનો દાવો કરાયો છે. 

મુંબઈ પોલીસે માહિતી આપી છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને તેમના સત્તાવાર વોટ્સએપ નંબર પર આ પ્રકારની ધમકીઓ મળી છે. ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ શહેરમાં 34 જેટલી ગાડીઓમાં માનવ બોમ્બ લગાવવામાં આવ્યા છે. આ વિસ્ફોટોથી આખું મુંબઈ હચમચી જશે. ‘લશ્કર-એ-જેહાદી’ હોવાનો દાવો કરનાર આ સંગઠનનું કહેવું છે કે 14 પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘૂસી આવ્યા છે. મુંબઈમાં ધમાકા કરવા માટે 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ પોલીસને મેસેજ મળતાં જ સતર્ક થઈને રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, નર્મદા અને કિમના નદીના વધતાં જળસ્તરે વધારી ચિંતા, વડોદાર-સુરતમાં પૂરનું તોળાતું જોખમ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *