20 new IAS officers appointed: ગુજરાતના બે IAS અધિકારીની બદલી તો નવા 20 IAS અધિકારીને અપાઈ નિમણૂક

રાજ્યમાં વધુ 20 IAS અધિકારીઓની નિયુક્તી કરવામાં આવી છે. જ્યારે મોના કે. ખંધારની બદલી કરવામાં આવી છે જ્યારે સુશ્રી મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી છે.

મોના કે. ખંધાર, IAS, સરકારના અગ્ર સચિવ, પંચાયતો, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ (જેઓ સરકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો પણ ધરાવે છે)જેમની બદલી કરવામાં આવી છે. જેઓ હવે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવશે છે. જ્યારે મનીષા ચંદ્રા, IAS, ગ્રામીણ વિકાસ કમિશ્નર અને સરકારના સચિવ (ગ્રામીણ વિકાસ)ની બદલી કરવામાં આવી છે અને તેમની બદલી પંચાયતો, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે.

ભારત સરકારના નોટિફિકેશન દ્વારા IASમાં બઢતી પરિણામે, 20 IAS અધિકારીઓને વિવિધ જગ્યા પર કાર્યકારી નિયુક્ત કરવામાં આવી છે. એચ.જે.પ્રજાપતિ, સી.સી. કોટક, કે.જે. રાઠોડ સહિતના 20 IAS અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

આ પણ વાંચો, Mahashivaratri mela, bhavnath Junagadh: ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાયું

https://www.instagram.com/timenewsguj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *