GPSCનો સંભવિત ભરતી કાર્યક્રમ જાહેર:આ વર્ષે અલગ અલગ વિભાગમાં 1751 જગ્યા માટેની જાહેરાત આવી શકે

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. GPSCએ વિવિધ પોસ્ટના માટે ખાલી પડેલી કુલ 1712 જગ્યાઓ માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે
આયોગે ગુજરાત વહીવટી સેવા ક્લાસ-1, ગુજરાત મુલ્કી સેવા ક્લાસ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, ક્લાસ-2 માટે 100 જગ્યા, નાયબ સેક્શન અિધકારી અને નાયબ મામલતદાર (Dyso)ક્લાસ-૩ માટે 160 જગ્યા, અને રાજ્ય વેરા નિરીક્ષક (STI) ક્લાસ-૩ માટે 323 જગ્યાઓ, આ સિવાય મેડીકલ અને ઈજનેરી સેવાની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.