ગુજરાતમાં નવા 17 તાલુકા જાહેર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મોટો દાવ

ગુજરાતના 33 જિલ્લાઓમાં સંભવિત રીતે 17 જેટલા નવા તાલુકાઓને કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજુરી મળી છે. આજ રોજશાસક પક્ષ અને રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલાં આ તાલુકાઓને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા તાલુકાઓની રચનાથી પ્રશાસન વધુ સુગમ બનશે અને જનતા માટે સેવાઓનો ઝડપી પ્રદાન શક્ય બનશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્ય સરકારે નવો ખેલ ખેલ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં મહીસાગર અને પંચમહાલ માંથી બે, દાહોદમાંથી બે, અરવલ્લી તેમજ સુરતમાંથી બે-બે, નર્મદામાંથી એક, વલસાડમાંથી એક, ખેડા અને છોટાઉદેપુરમાંથી એક એક તો સૌથી વધુ બનાસકાંઠામાંથી 5 તાલુકાની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં સંતરામપુર અને શહેરામાંથી ગોધર, લુણાવાડામાંથી કોઠંબા, ડેડિયાપાડા માંથી ચીકદા, વાપી-કપરાડા-પારડી તાલુકામાંથી નાનાપોઢા, થરાદમાંથી રાહ, વાવમાંથી ધરણીધર, કાંકરેજમાંથી ઓગળ, દાતામાંથી હડાદ, ઝાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીંમડી, ફતેપુરામાંથી સુખસર, જેતપુર પાવીમાંથી કદવાલ, કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ, ભિલોડામાંથી શામળાજી, બાયડમાંથી સાઠંબા, સોનગઢમાંથી ઉકાઈ, માંડવીમાંથી અરેઠ અને મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે.

હાલ 33 જિલ્લાના 252 તાલુકા હતા પણ હવે 17 નવા તાલુકાની જાહેરાત થતાં જ 269 તાલુકા થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલાયેલું આ સમીકરણથી કોને ફાયદો મળે છે તે જોવું રહ્યું.

વિસ્તાર વધતા વિસ્તારમાં વસ્તી, ભૌગોલિક દૃષ્ટિએ વંચિત વિસ્તારો અને તંત્રની પહોંચને વધુ અસરકારક બનાવવાના હેતુથી સરકારે નવા તાલુકાઓની રચનાનું આયોજન કર્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઘણા વિસ્તારોમાં નવો તાલુકો માંગતા જાહેર અભિપ્રાય અને રજુઆતો કરવામાં આવી રહી હતી.

આ બનાવટ ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની બની છે. નવા તાલુકાઓની રચના થયા બાદ આ વિસ્તારોની ચૂંટણી પણ નવી વહેંચણી મુજબ યોજાશે અને સ્થાનિક સ્તરે નવો શાસકીય માળખો ઉભો થશે.કેબિનેટમાં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ, સંબંધિત જિલ્લામાં નવો તાલુકો અમલમાં મૂકવા માટે કાર્યપદ્ધતિ શરૂ થશે. આમાં તાલુકા મથકની પસંદગી, અધિકારીઓની નિમણૂક અને તંત્રની રચનાનો સમાવેશ થશે.

આ પણ વાંચો, લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ:હવે લેહમાં Gen-Z ભડક્યાં, વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને ફુંકી માર્યુ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *