લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ: હવે લેહમાં Gen-Z ભડક્યાં, વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને ફુંકી માર્યુ

બુધવારે લેહમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ. વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓએ CRPF વાહનને પણ આગ ચાંપી દીધી.

આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ પર છે. અધૂરી માંગણીઓના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે ​​બંધનું એલાન આપ્યું હતું. લોકોએ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢી હતી.

વાંગચુકના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થીઓની 4 માંગણીઓ છે…

  • પહેલી- લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ.
  • બીજી- બંધારણીય રક્ષણ (છઠ્ઠી અનુસૂચિ હેઠળ) આપવું જોઈએ.
  • ત્રીજી- કારગિલ અને લેહ લોકસભા સીટ બનાવો.
  • ચોથી- સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની ભરતી થવી જોઈએ.

આ માંગણીઓ અંગે આગામી બેઠક 6 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે. 2019માં કલમ 370 અને 35A હટાવવામાં આવી ત્યારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. તે સમયે, સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો, અમદાવાદીઓ આનંદો! નવરાત્રિને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, મોડી રાત સુધી દોડશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *