CORONA: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા,એક્ટિવ કેસનો આંક 600ને પાર

રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 167 કેસ નોંધાયા હતા. હવે કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંક 600ને પાર થયો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 615 છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવા પડતા દર્દીઓની સંખ્યા વધીને 15 થઈ છે. જ્યારે 600 દર્દીઓ ઘરમાં જ રહીને સારવાર લઈ રહ્યા છે. તો તરફ રાજકોટમાં પણ કોરોનાના એક્ટિવ કેસનો આંક 43 પર પહોંચ્યો છે. ગુરુવારે રાજકોટમાં નાથદ્વારાથી આવેલા વૃદ્ધ સહિત સાત લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો ગોંડલમાં પણ કોરોનાના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા હતા. જ્યારે સોલા સિવિલમાં પાંચ ડોક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સોલા સિવિલમાં સ્કીન વિભાગના 4 અને ગાયનેક વિભાગના 1 મળી પાંચ ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ તમામ હોમ આઈસોલેશનમાં છે. અમદાવાદ પશ્ચિમ ઝોનમાં હાલ 107 એક્ટિવ કેસ છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 94, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 55, દક્ષિણ ઝોનમાં 26, પૂર્વ ઝોનમાં 19, ઉત્તર ઝોનમાં 13 અને મધ્ય ઝોનમાં 6 કેસ નોંધાયા છે.

વડોદરા શહેરમાં કોરોનાના છ કેસ નોંધાયા હતા. ભાયલી, છાણી, દિવાળીપુરા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા હતા. વડોદરાના રામદેવનગરમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોનાના છ કેસ નોંધાતા મનપાની ચિંતા વધી હતી.

આ પણ વાંચો, Congress: ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજોશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઈમે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *