148 રથયાત્રા:ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી પહોંચ્યા મોસાળ સરસપુર

આજે અષાઢી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળી છે. અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે, હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ભગવાન જગન્નાથ નગરચર્યા કરી મામાના ઘરે સરસપુર પહોંચી ગયા છે. એવામાં સરસપુરનો માહોલ ભક્તમય બની ગયો છે. સરસપુરમાં મામેરાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સિવાય જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે લોકો ભગવાન જગન્નાથના સ્વાગત માટે ઉમટ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *