મિર્ઝાપુરમાં ટ્રક-બોલેરોની ટક્કરમાં 11 લોકોના મોત, PM મોદીએ વળતરની કરી જાહેરાત

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો વાહનમાં આગ લાગતાં નવ લોકો જીવતા બળી ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને બચાવ ટીમોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અહેવાલો અનુસાર, બુધવારે રાત્રે 8:30 વાગ્યે ડ્રમંડગંજ ખીણમાં ચાર વાહનો અથડાયા હતા. ટક્કર બાદ બોલેરોમાં આગ લાગી હતી, જેમાં ડ્રાઇવર સહિત નવ લોકો જીવતા બળી ગયા હતા. બીજી કારનો ડ્રાઇવર અને ટ્રકનો હેલ્પર પણ વાહન નીચે કચડાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વ્યાપક પ્રયાસો પછી ટીમે બોલેરોમાંથી નવ મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે ક્ષતિગ્રસ્ત ટ્રક અને કારમાં ફસાયેલા બે અન્ય મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા હતા. કુલ 10 મૃતકોની ઓળખ થઈ છે, જેમાં 9 જીવતા બળી ગયા હતા. પોલીસ અધિક્ષક (SP) એ અકસ્માતમાં 11 લોકોના મોતની પુષ્ટી કરી છે.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મિર્ઝાપુર માર્ગ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમના શોક સંદેશમાં તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ વિશે જાણીને તેમને ખૂબ દુઃખ થયું. તેમણે અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે તેઓ મિર્ઝાપુર અકસ્માતમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખી છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી વળતરની જાહેરાત કરી હતી. પીએમઓ અનુસાર, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે.

મુંબઈમાં CNG બ્લાસ્ટ બાદ આગ, લોકોમાં ભયનો માહોલ – https://www.instagram.com/reel/DXd_vsgDlSz/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને દબોચ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *