ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી –“Our Power, Our Planet” થીમ સાથે

ગુજરાત સાયન્સ સિટી ખાતે ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી “Our Power, Our Planet” થીમ હેઠળ કરવામાં આવી રહી છે. આ અવસર પર વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા અને સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેઓ વિજ્ઞાન સાથે પર્યાવરણ સંરક્ષણ વિશે વધુ સમજ મેળવી શકે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા આ અવસર પર નાગરિકોને દૈનિક જીવનમાં સરળ અને અસરકારક પર્યાવરણમૈત્રી પગલાં અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે:
- સુર્યપ્રકાશનો વધુમાં વધુ ઉપયોગ કરવો
- એર કંડિશનરને ૨૭° સેલ્શિયસ કે તેથી વધુ તાપમાને રાખવું
- ચાર્જિંગની જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણોની સ્વીચ બંધ રાખવી
- પાણીનો સંયમિત ઉપયોગ કરવો તથા લીક થતા નળોની નિયમિત તપાસ કરવી
- ખરીદી માટે કપડાની અથવા કંતાનની થેલીનો ઉપયોગ કરવો
- પાણી માટે કાચ, સ્ટીલ અથવા તાંબાની બોટલનો ઉપયોગ કરવો
- કચરાનું યોગ્ય વિભાજન (પ્લાસ્ટિક, ઈ-વેસ્ટ, સુકો અને ભીનો કચરો) કરી રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવું
- અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ સાયકલનો ઉપયોગ કરવો
- શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો
ગુજરાત સાયન્સ સિટીનો આ પ્રયત્ન છે કે દરેક વ્યક્તિ પર્યાવરણની જવાબદારી સમજીને નાના-નાના પગલાં દ્વારા મોટા પરિવર્તન તરફ આગળ વધે.
“પૃથ્વી આપણા હાથમાં છે – ચાલો મળીને તેને સુરક્ષિત રાખીએ.”
Gandhinagar સ્થિત Cyber Center of Excellence Gandhinagar એ Bhavnagar જિલ્લા સહકારી બેંકમાં થયેલી સાયબર લૂંટનો ભેદ https://www.instagram.com/reel/DXTSoskjMD0/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી: સોશિયલ મીડિયા પર કટ્ટરવાદ ફેલાવતા બે શખ્સોની ધરપકડ