Delhi: ‘તમે અમારા દિલની ઘણા નજીક’, PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર; ભારત આવવા આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસાના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી નાસાના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને લખેલા પત્રને શેર કરતા ટ્વીટ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુનિતા વિલિયમ્સના પત્ર પર જવાબ આપ્યો છે.
વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં લખ્યુ, “આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત પરત ફરવાની રાહ જોઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ભારતની આ દીકરી પ્રત્યે પોતાની ચિંતા અને સ્નેહ વ્યક્ત કર્યો છે.તમે હજારો માઇલ દૂર હોવા છતાં, તમે અમારા હૃદયની ખૂબ નજીક છો”

PM મોદીએ પત્રમાં લખ્યું, “હું તમને ભારતના લોકો વતી મારી શુભકામનાઓ પાઠવું છું. આજે, હું એક કાર્યક્રમમાં પ્રખ્યાત અવકાશયાત્રી માઇક માસ્સિમિનોને મળ્યો. વાતચીત દરમિયાન તમારું નામ આવ્યું અને અમે ચર્ચા કરી કે અમને તમારા અને તમારા કાર્ય પર કેટલો ગર્વ છે. આ ચર્ચા પછી હું તમને પત્ર લખવાથી મારી જાતને રોકી શક્યો નહીં.”
PM મોદીએ લખ્યુ, “જ્યારે પણ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અથવા પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડનને અમેરિકાની મુલાકાત દરમિયાન મળ્યો હતો ત્યારે હંમેશા તમારી ભલાઇ વિશે પૂછ્યું હતું. 1.4 અબજ ભારતીયોને હંમેશા તમારી સિદ્ધિઓ પર ગર્વ છે. ભલે તમે હજારો માઇલ દૂર છો, તમે અમારા હૃદયની ખૂબ નજીક છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો, Ahmedabad: ઈસનપુર પોલીસ સ્ટેશનની ‘SHSTRA’ ટીમની કામગીરી, ગંભીર ગુનાઓમાં 75 % ઘટાડો થયો