રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ 43.2 ડિગ્રી તાપમાન નોંદાયું છે આજે અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. દરિયાકાઠાના વિસ્તાર સિવાય ગુજરાતભરમાં તાપમાન 40ને પાર પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચે જઇ શકે છે. આગામી દિવસોમાં અમદાવાદ તાપમાનનો પારો 44ને આંબે તેવી શકયતા છે.

આ સાથે ગાંઘીનગર, રાજકોટ, વડોદરા, પાટણ, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલમાં પણ તાપમાનનો પારો ઉંચે જતાં અગનવર્ષોનો અનુભવ થઇ શકે છે. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની વાત કરીઓ તો ઉત્તર ભારત, હરિયાણા, હિમાચલ, પૂર્વાત્તર પશ્ચિમ બંગાળમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે ગુજરાતમાં 6 મે સુધી વરસાદની કોઇ શકયતા નથી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,દક્ષિણ અને ઉત્તર ભારતના વિસ્તારો હાલ આકરી ગરમી પડી રહી છે.


રાજસ્થાનમા વંટોળની સ્થિતિ જોવા મળી રહી છે. દિલ્લી અને ઉત્તર ભારતના વિસ્તારમાં કાળઝાળ ગરમી સાથે ઘૂળ ભરી આંધી પણ લોકોને પરેશાન કરી રહી છે. રાજ્યમાં હાલ એન્ટી સાયક્લોનની સ્થિતિ મજબૂત હોવાથી વાદળો નહિ બંધાય અને 6 મે સુધી આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઇ શક્યતા નથી. દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કહેરથી હાહાકાર મચી ગયો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતથી પીએમ મોદી ગદગદ: કમલમમાં ભવ્ય ઉજવણી, નેતાઓએ માન્યો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *