Site icon Time News

ફ્રાંસથી જેટ, ઈઝરાયેલથી ડ્રોન અને રશિયાથી મિસાઈલો ખરીદશે, પાકિસ્તાનને લાગ્યો યુદ્ધનો ડર

વિશ્વમાં યુદ્ધનો માહોલ છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજા સામે બાખડી રહ્યાં છે હવે ઈરાનનો સંઘર્ષ વધી રહ્યો છે. ઈરાને એક સાથે 12થી 15 દેશો પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. ઈરાન હાલમાં આર યા પારની લડાઈ લડી રહ્યું છે. ઈરાન કોઈ પણ સંજોગોમાં ઝૂકવાના મૂડમાં નથી. આ સમયે ભારત પણ પાછળ નથી. 

ભારતને હવે એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે યુદ્ધ સમયે કોઈ મદદ કરવાનું નથી. એ માટે રશિયાથી સૌથી શક્તિશાળી એસ-400 સુદર્શન સ્કવોર્ડ ખરીદી રહ્યું છે. જે ઓપરેશન સિંદુરમાં અતિ સફળ રહ્યું હતું. ફ્રાંસ પાસેથી SCALP ક્રૂઝ મિસાઈલ, રાફેલ મટે મેટિયોર એર ટુ એર મિસાઈલ અને ઈઝરાયેલ પાસેથી બરાક 8 મિસાઈલો ખરીદી રહ્યું છે. આ સિવાય સ્વદેશી આકાશ QR-SAM સાથે મળીને મલ્ટિ લેયર ડિફેન્સ સિસ્ટમ બનાવી રહ્યું છે. ભારત આકાશમાં એક સુદર્શન ચક્ર બનાવવા માગે છે. જેને ભેદવું દુશ્મન દેશો માટે અશક્ય બની જાય.  

ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ખાડી દેશોમાં હાલમાં તણાવનો માહોલ છે. ભારત પણ હવે યુદ્ધના માહોલમાં પાછળ રહેવા માગતું નથી. ભારતે પોતાની હવાઈ સુરક્ષાને મજબૂત બનાવવા માટે જબરદસ્ત પગલાં ભરવાના શરૂ કરી દીધા છે. જે પ્રમાણે ઈરાનની બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન ખાડી દેશોમાં ખાબકી રહ્યાં છે એ જોતાં ભારત માટે પણ આ ખતરાની ઘંટડી છે. હાલમાં જ ભારતે એસ-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમની 5 વધારે સ્કવોર્ડન ખરીદવાની યોજના બનાવી છે. 

ભારતે પહેલાં 2018માં રશિયાએ પાંચ સ્કવોર્ડન S-400ની ખરીદી કરી હતી. જેમાંથી 3 ડિલિવર થઈ ચૂક્યા છે. બાકી 2026-27માં બીજા 5 વધારાના સ્કવોર્ડન ખરીદીને ભારત પોતાની હવાઈ સુરક્ષા બમણી કરવા માગે છે. આ સિસ્ટમ પૂર્વ અને પશ્વિમ બંને મોરચા પર તૈનાત કરાશે. 

S-400 સુદર્શન સિસ્ટમ દુનિયામાં સૌથી બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમમાંની એક છે. આ 400 કિલોમીટર દૂરથી દુશ્મનના વિમાન, ડ્રોન અને ક્રૂઝ મિસાઈલ સહિત બેલેસ્ટિક મિસાઈલને તોડી પાડે છે. ગયા વર્ષે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં S-400 સિસ્ટમે પાકિસ્તાનને ભારતની બોર્ડર ક્રોસ કરવા દીધી ન હતી. 

આ ઓપરેશનમાં ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા હતા. S-400એ PAK લડાકુ વિમાન અને ડ્રોનને ભારતની સરહદ ઓળંગવા દીધા ન હતા. આ સિસ્ટમ એ ભારતની હવાઈ રક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થઈ ચૂકી છે. ચીનના   HQ-9 જેવી સિસ્ટમ ઈરાન અને ઈઝરાયેલના સંઘર્ષમાં ફેલ સાબિત થઈ છે. ભારત માટે રશિયાની આ ડિફેન્સ સિસ્ટમ એ મોટો આધાર બની ગઈ છે. 

ભારતે ફ્રાંસ પાસેથી લાંબા અંતરને ટાર્ગેટ કરતી SCALP ક્રૂઝ મિસાઈલ મોટી સંખ્યામાં ખરીદવાની તૈયારીઓ કરી છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાના રાફેલે SCALP અને બ્રહ્મોસ મિસાઈલોનો ઉપયોગ કરીને પાકિસ્તાનના જૈશ એ મહોમ્મદ અને લશ્કરે તૈયબાના ઠેકાણા ઉડાડી દીધા હતા. 

આ હુમલાઓ એટલા સટિક હતા કે મુરિદકે અને બહાવલપુરમાં લક્ષ્યાંકો ધ્વસ્ત થઈ ગયા હતા. હવે ભારતીય વાયુસેના અને નૌ સેના માટે વધારે SCALP મિસાઈલો ખરીદવાની ડીલ ચાલી રહી છે. જેની કિંમત લગભગ 300 મિલિયન યૂરો છે. આ ડીલ ભારતની સ્ટેન્ડ ઓફ એટેકની ક્ષમતાને વધારશે. 

ભારતીય વાયુસેના રાફેલ માટે મેટિયોર એર ટુ એર મિસાઈલ ઓર્ડર કરવાની પ્રક્રિયા કરી રહ્યું છે. મેટિયોર બિયોન્ડ વિઝ્યૂઅલ રેન્જ મિસાઈલની ક્ષમતા 150 કિલોમીટરની છે. જે દૂરથી પણ ફાયટર જેટને ઉડાવી શકે છે. આ મિસાઈલ નૌ સેનાના 26 રાફેલ મરીન ફાયટર જેટસમાં પણ લગાવાશે. જે આગામી 3થી 4 વર્ષમાં આવશે. 

આ સિવાય ભારત ઈઝરાયેલ પાસેથી બરાક 8, રશિયાથી પૈટસિર અને RVV-BD મિસાઈલ અને સ્વદેશી આકાશ અને QR-SAM સિસ્ટમ મજબૂત કરી રહ્યું છે. ભારત એસ 500 સિસ્ટમની સંભાવના પણ ચકાસી રહ્યું છે. જે હાયપર સોનિક મિસાઈલ અને સ્ટેલ્થ વિમાનને પણ રોકી શકે છે. 

ઈરાન- ઈઝરાયેલ અને અમેરિકા સાથેના સંઘર્ષમાં કોઈ બાબત ઉડીને આંખે વળગી હોય તો એ હવાઈ રક્ષાની કમજોરી છે. કેટલાય દેશોના મોંઘા ઈન્ટરસેપ્ટર પૂરા થઈ ગયા અને સસ્તા ડ્રોનથી હુમલાઓ ચાલુ છે. ભારત આ પરથી સબક લઈ રહ્યું છે. જે મલ્ટિ લેયર એર ડિફેન્સ સિસ્ટમ બનાવી રહ્યું છે. સ્વદેશી સિસ્ટમ સાથે ભારત આયાતિત બેસ્ટ મિસાઈલો સાથે ભારતની સીમાઓ, શહેરો અને સૈન્ય ઠેકાણાઓને વધારે સુરક્ષિત બનાવવા માગે છે. આ ભારતનો નિર્ણય એ ચીન, પાકિસ્તાન સામે ભારતને મજબૂત બનાવી શકે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: યુદ્ધનો સૌથી દુખદાયી મંજર, ઈરાનની સડકો પર એકી સાથે નીકળી 165 વિદ્યાર્થીઓની અંતિમ યાત્રા

Exit mobile version