ભારતીય સેના દિવસ ફક્ત 15 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે?, જાણો આ વખતે શું છે ખાસ

ભારતીય સેનાની શરૂઆત 1 એપ્રિલ, 1895ના રોજ કરવામાં આવી હતી. તે સમય પર બ્રિટિશ કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પ્રેસિડેન્સી આર્મી તરીકે ઊભી કરવામાં આવી હતી. દેશ આઝાદ થયા બાદ જ આપણને ભારતીય સેનાના પ્રથમ પ્રમુખ મળ્યા હતા.

15 જાન્યુઆરી, 1949માં આપણને પ્રથમ ભારતીય સેનાના પ્રમુખ મળ્યા હતા. જણાવી દઈએ કે, કે. એમ. કરિઅપ્પા એક ફિલ્ડ માર્શલ હતા. તેઓ જ ભારતીય સેનાના પ્રથમ પ્રમુખ હતા. જો કે 15 જાન્યુઆરી 1949 સુધી બ્રિટિશ સૈન્ય અધિકારી જનરલ ફ્રાન્સિસ બૂચર હતા.

ભારતીય સેના દિવસ પર આર્મી હેડક્વાર્ટર અને રાષ્ટ્રીય રાજધાનીમાં લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં આપણા જવાનો અનુશાસન, બહાદૂરી અને દેશભક્તિ પ્રત્યેનું શાનદાર પ્રદર્શન કરે છે.

આનું મુખ્ય આયોજન દિલ્હીના છાવણી ગ્રાઉંડમાં કરવામાં આવે છે. જે કરિઅપ્પા પરેડ ગ્રાઉંડ તરીકે ઓળખાય છે. આથી જ આજનો દિવસ ‘ભારતીય સેના દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *