ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર

Oplus_131072

વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 26મી જાન્યુઆરીના ઐતિહાસિક અવસરે સમગ્ર થરાદ શહેરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. જેથી ઉત્સવમય માહોલ સર્જાયો છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની મુખ્ય ઉજવણી થરાદ ખાતે યોજાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પરેડની સલામી સ્વીકારશે. રાજ્યકક્ષાની ઉજવણીને કારણે થરાદ જિલ્લાકક્ષાએ વિશેષ મહત્વ ધરાવે છે.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાદ મુખ્યમંત્રી થરાદ તથા આસપાસના વિસ્તારોમાં વિકાસના અનેક મહત્વપૂર્ણ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અંદાજે 207 કરોડ રૂપિયાથી વધુના 25 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેનાથી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેવા સુવિધાઓ અને રોજગારીની નવી તકો ઊભી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *