દિલ્હીને નવા મુખ્યમંત્રી ક્યારે મળશે? અમિત શાહના ઘરે બેઠક; નડ્ડા-બીએલ સંતોષ હાજર રહ્યાં

27 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનવા જઇ રહી છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકમાંથી 48 પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે AAPએ 22 બેઠકથી જ સંતોષ કરવો પડ્યો છે. આ વચ્ચે દિલ્હીમાં સરકાર બનાવવાને લઇને ભાજપે તૈયારી શરૂ કરી છે.

દિલ્હીમાં સરકારની રચનાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે બેઠક મળી હતી. આ બેઠકમાં જેપી નડ્ડા, બૈજયંત પાંડા અને બીએલ સંતોષ પણ હાજર રહ્યાં હતા. કહેવામાં આવે છે કે આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રી પદ માટે નામો પર ચર્ચા થઇ છે.

દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા સાંજે તમામ ધારાસભ્યોને મળશે. આ દરમિયાન તે તમામને શુભેચ્છા પાઠવશે અને સરકાર બનાવવાને લઇને પણ ચર્ચની સંભાવના છે. આ પહેલા ચૂંટણી પરિણામ આવ્યા બાદ શનિવાર સાંજે ભાજપની ઓફિસમાં PM મોદી, જેપી નડ્ડા, અમિત શાહ સાથે શપથગ્રહણ અને દિલ્હીમાં બનનારી સરકારની રૂપરેખાને લઇને ચર્ચા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *