‘સ્વાગત છે, અમે શરુઆતથી જ…’ અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન

છેલ્લા એક મહિનાથી વધાર સમયથી ચાલી રહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ ભારત સરકારે પોતાની પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. બુધવારે (8 એપ્રિલ, 2026) વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ યુદ્ધવિરામનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે આ પગલું પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. યુદ્ધવિરામની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર કરવામાં આવી હતી. જે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે ભારત શરૂઆતથી જ સંવાદ અને રાજદ્વારી માર્ગ દ્વારા તણાવ ઘટાડવાની હિમાયત કરતું આવ્યું છે. મંત્રાલયે નોંધ્યું કે ચાલુ સંઘર્ષનો શક્ય તેટલી વહેલી તકે અંત લાવવા માટે તણાવ ઘટાડવો જરૂરી છે અને શાંતિ સ્થાપિત કરવા માટે વાતચીત એ જ એકમાત્ર ટકાઉ માર્ગ છે. ભારતનું માનવું છે કે યુદ્ધ કરતા સંવાદ વધુ અસરકારક છે. અને આ અભિગમ દ્વારા જ લાંબા ગાળાની સ્થિરતા મેળવી શકાય છે. આ નિવેદન ભારતની વિદેશ નીતિમાં શાંતિપૂર્ણ ઉકેલોને પ્રાથમિકતા આપવાનો સ્પષ્ટ સંકેત આપે છે.

વિદેશ મંત્રાલયે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલા સંઘર્ષ દરમિયાન થયેલા નુકસાન અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. મંત્રાલયે જણાવ્યું કે આ સંઘર્ષના કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા અને વેપાર નેટવર્કમાં ગંભીર વિક્ષેપ આવ્યો હતો, જેના પરિણામે સામાન્ય લોકો માટે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. ખાસ કરીને હૉર્મુંઝ સ્ટ્રીટ (Strait of Hormuz) મારફતે થતા ઊર્જા પરિવહન પર તેની અસર નોંધપાત્ર રહી હતી. જોકે હવે યુદ્ધવિરામ બાદ ભારતે આશા વ્યક્ત કરી છે કે આ માર્ગ દ્વારા ઊર્જા પુરવઠો અને વૈશ્વિક વેપાર ફરીથી નિરાંતે ચાલુ રહેશે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્થિરતા પરત ફરશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ વિભાગમાં 50થી વધુ PIની એકસાથે બદલી અને નિમણૂક, જાણો કોને ક્યા મૂકાયા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *