પેપરલીક રોકવા માટે કાલે કડક કાયદો લાવીશું’:4 દિવસમાં PMની ત્રીજી REEL; પરીક્ષા સુધારાઓ પર મોટી જાહેરાત

PM મોદીએ રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. મોદીએ કહ્યું- મિત્રો, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા, તેઓ જેલોમાં સડી રહ્યા છે.

અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી દીધા છે. અમે કાલે સંસદમાં કઠોર સજા સાથે જોગવાઈઓ લાવી રહ્યા છીએ. પરંતુ આપણે ભવિષ્ય વિશે પણ વિચારવું પડશે. આપણી પરીક્ષા પ્રણાલી વિશ્વસનીય બને, તેમાં સૌથી વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય.

નંદન નિલેકણીજીના નેતૃત્વમાં એક હાઈપાવર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પરીક્ષા સુધારણા તરફ ધ્યાન કેન્દ્રિત કરશે.

6 સભ્યોની ટાસ્ક ફોર્સ, ઇસરોના પૂર્વ અધ્યક્ષ પણ સામેલ

નંદન નીલેકણી- ટેકનોલોજી એક્સપર્ટ અને ઇન્ફોસિસના સહ-સ્થાપક
ડો. એસ. સોમનાથ- ઇસરોના પૂર્વ અધ્યક્ષ
તપન ડેકા- ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના પૂર્વ ડાયરેક્ટર
વી. કામકોટી- IIT મદ્રાસના ડાયરેક્ટર
અનિતા કરવાલ- શિક્ષણ મંત્રાલયના પૂર્વ સચિવ
અમૃત લાલ મીણા- લોજિસ્ટિક્સ એક્સપર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *