
બોલિવૂડ અભિનેતા Salman Khan વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેતાને તેના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એટલું જ નહીં, તેમની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. વર્લી પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
એવું કહેવાય છે કે આ ધમકી મુંબઈના વર્લીમાં પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર આપવામાં આવી છે. જોકે, આ ધમકી પાછળ કોણ છે? આ વાત હજુ સુધી જાહેર થઈ નથી. સલમાન ખાનને પહેલા પણ ધમકી આપવામાં આવી છે. ગયા વર્ષે, તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટના ઘરની બહાર ગોળીબાર થયો હતો.
સલમાનને ફરી ધમકી મળી
આ ધમકી અંગે સલમાન ખાન અને તેના પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ ધમકીની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. આ સમાચાર વાંચીને અભિનેતાના ચાહકો ચિંતિત થઈ ગયા છે. આ પહેલા પણ સલમાનને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે. આ અભિનેતાને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર દ્વારા ઘણી વખત ધમકી આપવામાં આવી છે. આ સતત ધમકીઓ છતાં, સલમાન ખાન પોતાના કામ પ્રત્યે સક્રિય છે. તેમણે પોતાના કામ સાથે કોઈ સમાધાન કર્યું નથી.
આ પણ વાંચો, Weather update: આજથી ફરી ભીષણ ગરમીનું ટોર્ચર, રાજ્યના 4 જિલ્લામાં યલો એલર્ટ
