પોલો ફોરેસ્ટ નજીક હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, 30 પ્રવાસીનો NDRFના જવાનોએ બચાવ્યો જીવ

ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો હતો.  સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વિજયનગરના પોલો ફોરેસ્ટ નજીક હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ટેન્ટ સિટીમાં ફરવા આવેલા 30થી વધુ પ્રવાસીઓ અને સ્થાનિકો ફસાયા હતા, જેમને ઈડર ફાયર બ્રિગેડ અને NDRFની ટીમે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા.

હરણાવ જળાશય અને ખેડવા ડેમમાંથી 15 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે. ઈડર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને વિજયનગરના 20થી વધુ ગામો એલર્ટ પર છે. તંત્રે નદીકાંઠાના લોકોને નજીક ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *