અંગદાન મહાદાન જનજાગૃતિ માટે ISA અમદાવાદ સિટી બ્રાન્ચ દ્વારા વોકાથોન 2026નું આયોજન

ઇન્ડિયન સોસાયટી ઓફ એનસ્થિસિયોલોજિસ્ટ્સ (ISA), અમદાવાદ સિટી બ્રાન્ચ દ્વારા જાહેર જનજાગૃતિ માટે વોકાથોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે.

આ વોકાથોન 8 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ સવારે 7:00 વાગ્યે રિવરફ્રન્ટ વેસ્ટ, અક્ષર ક્રુઝ પ્લેટફોર્મ પાસે, અમદાવાદ ખાતે યોજાશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં મહત્વપૂર્ણ આરોગ્ય વિષયક જાગૃતિ ફેલાવવાનો છે. વોકાથોનની થીમ “One Walk, Save Many Lives” રાખવામાં આવી છે.

આ વોકાથોન દ્વારા નીચેના મુદ્દાઓ પર જનજાગૃતિ ફેલાવવામાં આવશે:

એનસ્થિસિયોલોજિસ્ટ્સના મહત્વપૂર્ણ અને ઘણીવાર અજાણ્યા કાર્ય વિશે જાગૃતિ

અંગદાન (Organ Donation) — જીવનદાનનું મહત્ત્વ

હૃદયાઘાત સમયે ઉપયોગી Compression Only Life Support (COLS) જેવી જીવનરક્ષક કુશળતાઓ

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દિલીપ દેશમુખ દાદા (અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ) ઉપસ્થિત રહેશે, જે અંગદાન ક્ષેત્રે સતત પ્રેરણાદાયક સેવા આપી રહ્યા છે.

ISA અમદાવાદ સિટી બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડૉ. વિજય સોનાવણે અને સેક્રેટરી ડૉ. વિભૂતિ શાહના નેતૃત્વ હેઠળ આ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાનું માનવું છે કે આવી સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સામાન્ય જનતા સુધી આરોગ્ય વિષયક જરૂરી માહિતી પહોંચાડવી અને જીવન બચાવતી આદતો વિકસાવવી ખૂબ જરૂરી છે.

મોટી સંખ્યામાં ડૉક્ટરો અને સ્વયંસેવકોની હાજરી સાથે આ વોકાથોન સમાજ માટે એક સકારાત્મક અને જીવનદાયી સંદેશ આપશે.

ISA અમદાવાદ સિટી બ્રાન્ચ તમામ ડૉક્ટરો અને નાગરિકોને આ વોકાથોનમાં જોડાઈને જનહિતના આ અભિયાનને સફળ બનાવવા માટે આમંત્રણ આપે છે.

આભાર,
ડૉ વિજય સોનાવણે,
પ્રેસિડેન્ટ શ્રી,
— ISA અમદાવાદ સિટી બ્રાન્ચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *