વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ, 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે

ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓ માટે 12 સિનિયર IAS અધિકારીઓને વિવિધ દેશોના પ્રવાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં સચિવાલય ખાતેથી લેવાયેલા આ નિર્ણય હેઠળ અધિકારીઓની ગેરહાજરી દરમિયાન વહીવટી કામગીરી અટકે નહીં તે માટે તેમના વિભાગોની વધારાની જવાબદારી અન્ય શ્રેષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી છે.
આગામી વાઇબ્રન્ટ સમિટમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત રાજ્ય વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ રોડ-શો અને બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. વિદેશ જનારા 12 IAS અધિકારીઓની ગેરહાજરી દરમિયાન વિભાગોનું સુચારુ સંચાલન જાળવવા માટે રાજ્ય સરકારે કામચલાઉ ચાર્જ સોંપ્યો છે.
જેમાં ડૉ. અંજુ શર્માનો પ્રભારી ચાર્જ ડૉ. ટી નટરાજનને અને ડૉ. જયંતી રવિની જવાબદારી બી.એ.શાહને સોંપાઈ છે. મમતા વર્માના વિભાગનો હવાલો રાજીવ ટોપનો, લોચન શહેરાની જવાબદારી વિનોદ રાવ અને રૂપવંત સિંઘનો ચાર્જ અજય ભાદૂ સંભાળશે. સ્વરૂપ પીના ખાતાનો હવાલો મિલિંદ તોરવણેને, પી ભારતીનો ચાર્જ ધનંજય દ્વિવેદીને તથા જેનુ દેવાનનો હવાલો સંદીપ કુમારને સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત, અર્દરા અગ્રવાલનો હવાલો રતનકંવર ચારણ ગઢવી, ધવલ પટેલની જવાબદારી હર્ષિત ગોસાવી, પ્રવિણા ડી કેનો પ્રભારી ચાર્જ કુલદીપ આર્યા અને વિજય ખરાડીના વિભાગની જવાબદારી નાગરાજનને સુપ્રત કરાઈ છે.
આ વહીવટી ફેરબદલથી એક તરફ વાઇબ્રન્ટ સમિટ 2027 માટે વિદેશી રોકાણ લાવવાના પ્રયાસોને વેગ મળશે, તો બીજી તરફ રાજ્ય સરકારનું સચિવાલયીય વહીવટી કામકાજ પણ બિનઅધિકૃત રીતે અટક્યા વિના સુચારુ રીતે ચાલુ રહેશે.