Valsad: આ લોકોની ખોવાયેલી ટ્રાવેલિંગ બેગ નથી, SMCએ દમણમાંથી ગુજરાતમાં ઘૂસાડાતા દારૂનો 66 બેગમાં જથ્થો પકડ્યો

વલસાડ જિલ્લાના ઉદવાડા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) મોટી કાર્યવાહી કરી છે. SMCની ટીમે હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક રિક્ષા પકડી પાડી છે. લોકો બહારગામ જવા માટે વાપરતા હોય એવી બેગમાં દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો.

રિક્ષામાંથી કુલ 4,248 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ દારૂની કિંમત રૂ. 10.35 લાખ આંકવામાં આવી છે. પોલીસે રિક્ષા સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 9 મહિલાઓ અને 2 ઈસમો મળી કુલ 11 વોન્ટેડ છે.

SMC ટીમને મળેલી બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી ઉદવાડા હાઇવે ઉપર છાપો માર્યો હતો. જેમાં રિક્ષામાંથી 21 બેગ અને મહિલાઓ પાસેથી 45 બેગ મળી કુલ 66 થેલાઓમાં કુલ 4,248 વિદેશી દારૂનો જથ્થો તથા 4 મોબાઈલ અને રિક્ષા મળી કુલ 11.07 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દરમિયાન, રેઇડ વખતે 11 આરોપીઓ ફરાર થઈ ગયા છે. વોન્ટેડ આરોપીઓમાં નવ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે જપ્ત કરેલા દારૂના જથ્થા પર એસ.એમ.સી. ગુજરાત રાજ્ય, ગાંધીનગરનું ગુજરાતી સીલ લગાવી તપાસ અર્થે કબજે લીધો છે.

દમણના અલગ અલગ વાઇન શોપમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈને અલગ અલગ રીતે ઉદવાડા હાઇવે પડે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો. ઉદવાડા હાઇવે ઉપર આવતી ટ્રક, બસ, ટ્રેન મારફતે વિદેશી દારૂનો જથ્થો નવસારી, સુરત સહિતના અલગ અલગ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી.

આ પણ વાંચો, UPI સેવા ઠપ્પ, Paytm, PhonePe અને Google Pay દ્વારા ચુકવણીમાં મુશ્કેલી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *