
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ટ્વીટ કરી મહત્વની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાનમાં સીજફાયર, યુદ્ધવિરામને લઈ ભારત અને પાકિસ્તાન માની ગયા છે.’
કેન્દ્ર સરકારે કહ્યું કે જો ભવિષ્યમાં ભારત પર કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે. આ હુમલાનો જવાબ એ જ રીતે આપવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANI એ સરકારી સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે.
બીજી તરફ, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ન્યૂઝ એજન્સી ANI એ શનિવારે ગુપ્તચર એજન્સીઓને ટાંકીને 5 આતંકવાદીઓની યાદી જાહેર કરી.
તેમના નામ અબુ જુંદાલ, હાફિઝ મુહમ્મદ જમીલ, મોહમ્મદ યુસુફ અઝહર, મોહમ્મદ સલીમ, ઘોસી સાહબ અને મોહમ્મદ હસન ખાન છે. યુસુફ કંધાર હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો અને જુંદાલ મુંબઈ હુમલામાં સામેલ હતો.
