
ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. ઈઝરાયલના રક્ષામંત્રીએ તેની પુષ્ટિ કરી છે. ઈઝરાયલને આ હુમલામાં અમેરિકાનો સાથ મળ્યો છે. બીજીતરફ ઈરાનની રાજધાની તેહરાનમાં ઘણી જગ્યાએ જોરદાર ધમાકા થયા છે. સ્થાનિક મીડિયા અને પ્રત્યક્ષદર્શીઓ અનુસાર રાજધાનીના મધ્ય હિસ્સામાં ઓછામાં ઓછા 30 વિસ્ફોટ થયા છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને વાર્તા ચાલી રહી છે. ગુરૂવારે જિનેવામાં બંને પક્ષો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત થઈ હતી અને આજે ફરી વાતચીત પ્રસ્તાવિત હતી. પરંતુ ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીએ આ કૂટનીતિક પ્રક્રિયા પર ગંભીર સવાલ ઉભા કર્યાં છે. ટ્રમ્પ પણ હવે મેદાનમાં આવી ગયા છે અને ઈરાનને ધમકી આપી છે કે જો ઈરાન સરેન્ડર નહીં કરે અને હુમલો કરવાનો પ્રયાસ કરશે તો એમની મિસાઈલોને ખાખ કરી નાખીશું. આમ ટ્રમ્પે ઈઝરાયેલને ખુલ્લો ટેકો જાહેર કરી દીધો છે.
ઈઝરાયેલ અને અમેરિકાએ આજે સવારે ઈરાન પર કરેલા હુમલા બાદ હવે સ્થિતિ વણસી ગઈ છે. આજે સવારે ઈરાનમાં 30 જગ્યાએ હુમલાઓ થતાં તહેરાનમાં ભારે નુક્સાન થયું છે. જેના વળતા જવાબના સ્વરૂપે ઈરાને બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો છે. ઈઝરાયેલ પર અત્યારસુધીમાં 400 મિસાઈલો છોડી ચૂક્યું છે આ સિવાય એને બહેરિનમાં પણ મિસાઈલ છોડી છે. ઈરાન આર યા પારની લડાઈ લડી રહ્યું છે. હાલમાં આખા ઈઝરાયેલમાં હાઈએલર્ટ છે. ઈરાની મિસાઈલોની રેન્જમાં હાલમાં ઈઝરાયેલના યેરૂશલમ, હાઈફા અને શેફેલ્લાહ જેવા શહેરો છે. યેરૂશલમમાં સાયરનો વાગી રહી છે. ઈરાને બીજીવાર મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. હાલમાં ઈઝરાયેલ પર 3 જગ્યાએ થી હુમલા થઈ રહ્યાં છે. યમન અને લેબનોનના આતંકવાદી જૂથોએ પણ ઈઝરાયેલ સામે યુદ્ધ જાહેર કરી દીધું છે.
ઈરાન હવે ફૂલ યુદ્ધના મૂડમાં હોય એમ બેલેસ્ટિક મિસાઈલો છોડી રહ્યું છે. એક બાદ એક 7 દેશો પર ઈરાને હુમલો કર્યો છે. બહેરની , યુએઈથી લઈને અમેરિકાના બેઝ હવે અને ઈરાનના નિશાના પર છે. ઈરાને હવે આર યા પારની લડાઈ શરૂ કરી દીધી છે. ઈરાનને હાલમાં યમન અને લેબનોનના જૂથોએ સપોર્ટ કર્યો છે અને ઈઝરાયેલ પર મિસાઈલો વરસાવી રહ્યાં છે. હવે મિડલ ઈસ્ટમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. હવે ઈરાનનું અસ્તિત્વ ભૂસાઈ જશે કે વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે એ સવાલો ઉભા થયા છે. ઈરાનના સીનિયર અધિકારીના હવાલાથી અલજજિરા કહી રહ્યું છે કે હવે જે આવી રહ્યું છે એના માટે ઈઝરાયેલ તૈયાર રહે. અમારો જવાબ પલ્બીક હશે. હવે કોઈ રેડલાઈન નહીં, મિડલ ઈસ્ટમાં અમેરિકાની અને ઈઝરાયેલી સંપત્તિઓ પર હુમલા થશે. હવે એવા હાલાત થશે જે કોઈએ વિચાર્યા પણ નહીં હોય. યુએઈએ પણ પોતાનો એરસ્પેસ ટેમ્પરરી બંધ કરી દીધો છે.
https://www.instagram.com/timenewsguj
