Site icon Time News

47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે ‘ફેસ ટુ ફેસ’ જંગ, શું મહાયુદ્ધ અટકશે?

મધ્ય પૂર્વમાં (Middle East) ભડકેલા યુદ્ધને શાંત કરવા અને દુનિયાને મોટા ઊર્જા સંકટમાંથી બચાવવા માટે શનિવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ મંત્રણા શરૂ થઈ ગઈ છે. 1979 ની ઈસ્લામિક ક્રાંતિ પછી આ પહેલીવાર છે જ્યારે બંને દેશોના ટોચના નેતાઓ એક જ ટેબલ પર સામસામે બેસીને સીધી વાતચીત કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મધ્યસ્થી હેઠળ શરૂ થયેલી આ બેઠકમાં યુદ્ધવિરામ, ઉર્જા સંકટ અને પ્રાદેશિક તણાવ ઘટાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, હજુ પણ કેટલાક મહત્વના મુદ્દાઓ પર મતભેદો યથાવત છે અને હવે રવિવારે પણ આ વાતચીતનો દોર ચાલુ રહેશે.

વાટાઘાટો શરૂ થાય તે પહેલાં, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે બંને દેશોના પ્રતિનિધિમંડળો સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી, જે પછી ઔપચારિક સીધી વાતચીતનો પ્રારંભ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે એકદમ શાંત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતચીતના અનેક રાઉન્ડ થયા છે. બંને પક્ષોએ સાથે ડિનર પણ લીધું હતું અને પોતાના વિચારોની આપ-લે કરી હતી. જોકે, દુનિયાભરના વેપાર માટે સૌથી મહત્વના એવા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (દરિયાઈ માર્ગ) ના મુદ્દે હજુ સુધી બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ સધાઈ નથી. આથી હવે રવિવારે વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાશે.

અમેરિકા તરફથી ડીલ કરાવવા માટે ખુદ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ (J.D. Vance) મેદાનમાં છે, અને તેમની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર પણ છે. જ્યારે ઈરાન તરફથી સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ, વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને સેન્ટ્રલ બેંકના ગવર્નર સહિતના ટોચના અધિકારીઓની ફોજ હાજર છે.

નોંધનીય છે કે 4 દિવસ પહેલા જ બંને દેશો વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ જાહેર કરાયો હતો. પરંતુ લેબનોનમાં ઈઝરાયલના હુમલામાં 300 થી વધુ લોકો માર્યા ગયા બાદ માહોલ ફરી ગરમાયો છે. ઈરાન આને યુદ્ધવિરામનું સીધું ઉલ્લંઘન માને છે, જ્યારે અમેરિકા અને ઈઝરાયલનું કહેવું છે કે લેબનોન આ કરારનો હિસ્સો નથી. ઈરાને વાતચીત આગળ વધારવા માટે લેબનોન પરના હુમલા બંધ કરવા અને પોતાની ફ્રીઝ થયેલી સંપત્તિઓ મુક્ત કરવાની શરત મૂકી છે. ઈરાનનું કહેવું છે કે, “અમારી પાસે સદ્ભાવના છે, પરંતુ અમેરિકા પર કોઈ વિશ્વાસ નથી.”

કાલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચોંકાવનારા ખુલાસા! 😳
ગંભીર આક્ષેપોએ રાજકારણમાં મચાવ્યો ખળભળાટ…

https://www.instagram.com/reel/DXB0yBojjVN/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

શું છે આ આખી હકીકત? કોણ છે પાછળ?
👉 સત્ય જાણવા માટે આ વીડિયો જરૂર જુઓ!

આ પણ વાંચો: લિજેન્ડરી ગાયિકા આશા ભોંસલેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ

Exit mobile version