રાજયમાં બરબાદીનું માવઠું, 2 લોકોનો લીધો જીવ, વૃક્ષો ધરાશાયી, પાકને નુકસાન

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે ગુરુવારે ગુજરાતમાં ભરઉનાળે વાવાઝોડા સાથે બરબાદીનો વરસાદ વરસ્યો. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું. મુંદ્રા પોર્ટ પર કન્ટેનરો સરક્યા. સૌરાષ્ટ્ર-કચ્છમાં કાચા મકાનોની છત પરથી પતરાં ઉડ્યાં.અનેક સ્થળોએ થાંભલા પડતા અંધારપટ્ટ છવાયો હતો
અમદાવાદ શહેરમાં ગુરુવારે વહેલી સવાર આંધી-વંટોળ બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો.કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો.35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 30 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. .મજૂરગામમાં વીજ પોલ પડતા બે લોકોને ઇજા પહોંચી હતી. વાવાઝોડાની અસરને લઈ 3 ફ્લાઈટ ડાયવર્ટ કરવી પડી હતી.
સાબરકાંઠા જિલ્લામાં પણ બરબાદીનો વરસાદ વરસ્યો, હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે માવઠું થતાં ખેડૂતો નુકસાનની આશંકાથી ચિંતામાં મૂકાયા છે. કારણ કે શિયાળું પાક તૈયાર થઇ ગયો હોય પરંતુ હજું ખેતરમાં જ હોય તેવો પાક પલળતા ખેડૂતોની ચિંતા વધી છે. .ગોધરા સહિતના વિસ્તારોમાં માવઠાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
અરવલ્લીના મેઘરજમાં પણ માવઠાએ ચિંતા વધારી છે અહીં બસ સ્ટેશન વિસ્તાર, અંબાવાડી સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતાં બાગાયતી સહિતની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
કમોસમી તોફાની વરસાદે ભાવનગરના પાલીતાણામાં. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ભારે પવનના કારણે વૃક્ષ પડતા જૈન શ્રાવકનું મોત થયું હતું. આ દુર્ઘટના મન શાંતિ ધર્મશાળા પાસે બની હતી મૃતક મૂળ ઓડિશાના હતા.
સુરતમાં મનપાનું બોર્ડ પડતા યુવકનું મોત થયું છે. પર્વત પાટીયા વિસ્તારમાં શાયોના પ્લાઝા નજીકની ઘટના બની હતી. બોર્ડ તૂટીને યુવક પર પડતા ઘટનાસ્થળે જ યુવકનું મોત થયું હતુ.ં મીની વાવાઝોડાથી સુરતમાં અનેક હોર્ડિંગ-વૃક્ષો ધરાશાયી થયાં છે.
છોટાઉદેપુરના બોડેલીમાં ભારે પવન ફૂંકાતા બોડેલી નગરપાલિકાએ લગાવેલા સ્ટોલને નુકસાન થયું છે. પ્રાકૃતિક કૃષિ વેચાણ કેંદ્ર સહિત લગાવાયા 50 જેટલા સ્ટોલને નુકસાન થયું છે. અચાનક ભારે પવન ફૂંકાતા મંડપ અને સામાન વેરવિખેર થયો હતો. સ્ટોલના માલિકો પોતાનો સામાન પણ બચાવી ન શક્તા માલનું પણ નુકસાન થયું છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: અભિનેત્રી સોનાલી રાઉતે કેમેરા સામે ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર