
ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમદાવાદની મુલાકાતે આવવાના છે. આગામી પાંચથી 7 ડિસેમ્બરથી 7 સુધી અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોમાં હાજર રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમદાવાદમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં પાંચમી ડિસેમ્બરે સ્વદેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહેશે. આ સિવાય નારણપુરામાં 2 આવાસોના ડ્રો યોજાવાના છે, જેમાં તેઓ હાજર રહેશે. છેલ્લે અમદાવાદના ગોતા વિસ્તારમાં અમિત શાહ એક જાહેરસભાને પણ સંબોધન કરશે.
મળતી માહિતી અનુસાર, બિહાર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ બાદ એકવાર ફરી ગુજરાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવી રહ્યા છે. આ વખતે અમિત શાહ કુલ ત્રણ દિવસ અમદાવાદ શહેરના પ્રવાસે છે. આ ત્રણ દિવસમાં પ્રવાસમાં અમદાવાદ શહેરને રૂપિયા 2395 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. અમિત શાહ નારણપુરા, ગોતા અને જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત પ્રોગ્રામમાં હાજર રહેશે. AMCના 618.27 કરોડ રૂપિયાના ખર્ચે 15 કામોનું થશે લોકાર્પણ. આગામી 5 ડિસેમ્બરના રોજ GMDC ગ્રાઉન્ડ ખાતે સ્વદેશોત્સવ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. ત્યારબાદ નારણપુરા વિસ્તારના 2 આવાસોના ડ્રો પણ યોજાશે. જેમાં રૂપિયા 40.78 કરોડના 13 કામોનું ખાતમુહૂર્ત થશે. 3 દિવસીય અમદાવાદ પ્રવાસ દરમિયાન ગોતા વિસ્તારમાં જાહેર સભાને સંબોધન કરશે.
આ પણ વાંચો, દિલ્હી એરપોર્ટ પર થયો હતો સાઇબર એટેક, GPS સાથે છેડછાડનો સંસદમાં સરકારે કર્યો સ્વીકાર
