AMTSની બસ રિપેર કરતા બે ફોરમેન કચડાયા, ઘટનાસ્થળે જ મોત, આખરે કઇ રીતે સર્જાયો આ અકસ્માત

મેટ્રોસિટી અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદના ઘોડાસર સ્થિત નવા ઓવરબ્રિજ ઉપર અકસ્માતની દર્દનાક ઘટનામાં બે લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ AMTSની બસ રિપેર કરતા બે વ્યક્તિ કચડાઇ જતાં બંને કર્મચારીઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ સમગ્ર મામલે હાલ પૂરતો એક તરફથી ઓવરબ્રિજ બંધ કરી દેવાયો છે અને ટ્રાફિક DCPએ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ઘોડાસર સ્થિત નવા ઓવરબ્રિજ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં AMTS બસમાં કોઈ ફોલ્ટ હોઇ બે ફોરમેં રીપેર કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક બેફામ આઇસરે સ્પીડમાં આવી ટક્કર મારતા બંને કર્મચારીના દર્દનાક મોત થયા હતા.
આ તરફ આઈશરની જોરદાર ટક્કરને કારણે કર્મચારીના જીવ ગયા બાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપવા કવાયત હાથ ધરાઈ છે. આ તરફ ઘટનાને લઈ ઓવરબ્રિજ એક તરફથી બંધ કરવામાં આવ્યો છે.