Ambaji News: અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક એક જ જગ્યાએ સર્જાયા બે અકસ્માત, 2ના મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા અને સુરત ચાર અલગ-અલગ રેડ અકસ્માત થયા છે, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પર બે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, જયારે દાંતામાં પિક-અપ વાનની ટક્કરથી એક વ્યક્તિનું મોત થઈ ગયું. જ્યારે સુરતના માંગરોળમાં બે ટેમ્પો એકબીજા સાથે અથડાતાં એક ડ્રાઇવર ફસાઈ ગયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ એક્સિડન્ટ થયા, જેમાં ગઈ રાત્રે અને આજે સવારે બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોનાં મોત થયા છે. જયારે અંબાજી-દાંતા માર્ગ પર ત્રિશૂળિયા ઘાટ પર આજે સવારે એક પછી એક બે એક્સિડન્ટ થયા. પહેલી ઘટનામાં લોખંડના સળિયા ભરેલું ટ્રેલર પલટી જતા ટ્રેલર ચાલક લોખંડના સળિયા વચ્ચે ફસાઈ ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું. અંબાજી ફાયરબ્રિગેડની ટીમને મૃતદેહને બહાર કાઢવા માટે ચાર કલાક લાગ્યા.

માહિતી પ્રમાણે, ટ્રેલરમાં સવાર અન્ય એક ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો.ગઈકાલે રાત્રે દાંતા-પાલનપુર નેશનલ હાઈવે પર પુનજપુર પેટ્રોલપંપ પાસે એક પિક-અપ વાનની ટક્કરથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી. દાંતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી પ્રમાણે, મૃતક રાજસ્થાનના જાયદરાનો રહેવાસી હતો.

આ પણ વાંચો. સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર કિશોરને 20 વર્ષની કેદ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *