Nitin Gadkari: ‘સાચા નેતૃત્વને જાહેરાતોની જરૂર ન હોય, નેતાઓ પણ જાતિવાદી હોય છે…’, નીતિન ગડકરીના નિવેદનથી રાજકીય ભૂંકપ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના બેબાક નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે શનિવારે તેમણે કહ્યું હતું કે લોકો જાતિવાદી નથી હોતા, પરંતુ નેતાઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદી બની જાય છે. ગડકરીએ કહ્યું કે કોણ વધુ પછાત છે તે અંગે હરિફાઈ ચાલી રહી છે. સામાજિક અસમાનતા દૂર કરવાની જરૂર છે. જાતિગત ભેદભાવનો અંત લાવવો જોઈએ. આ પ્રક્રિયા “પોતાનાથી” શરૂ કરવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતિના રાજકીય હથિયાર તરીકે ઉપયોગની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને દલીલ કરી હતી કે સાચા અર્થમાં સામાજિક ઉત્થાનની જગ્યાએ ચૂંટણી લાભ ખાટવા કૃત્રિમ રીતે વિભાજન પેદા કરવામાં આવે છે.
વોટબેન્ક અંગે શું કહ્યું?
અમરાવતીમાં ડૉ. પંજાબરાવ ઉર્ફે ભાઉસાહેબ દેશમુખ મેમોરિયલ એવોર્ડ સમારોહને સંબોધતા ગડકરીએ રાજકારણની ફરી વ્યાખ્યા કરવા માટે હાકલ કરી જે ઓળખ આધારિત વોટબેંક વ્યૂહરચનાઓ કરતાં વિકાસને પ્રાથમિકતા આપવામાં આવે છે. ગડકરીએ કહ્યું કે પછાતપણાની ચર્ચા રાજકીય વાટાઘાટોમાં સામાજિક ન્યાયથી હટીને સોદાબાજીનો વિષય બની ગઈ છે.
આ પણ વાંચો, નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડના ઘરે ચાલ્યું બુલડોઝર, પોલીસની હાજરીમાં ગેરકાયદેસર ભાગને તોડી પડાયું